Wednesday, June 24, 2009

કાગડાનું સંગીત

એક દિવસ સવાર માં અચાનક એક કાગડો મને ભટકાઇ ગયો..

મેં પુછ્યું, "અલ્યા , ક્યાં ગાયબ થઇ ગયો તો આટલા time થી?"

એણે કીધું, "માધવભાઇ, શું વાત કરું તમને? આજ સુધી હું કર્કશતા નો પર્યાય હતો ને હવે....
હવે મારા ગુરુઓ એક-એક i-pod ને mobile માં ઘુસી ગયા છે ને મારી તો માર્કેટ જ તુટી ગઇ..
ને એટલે જ હવે હું બેઠો છું એક ખુણા માં નાનકડી સંગીત વિધ્યાલય ખોલીને....!!!"

Thursday, October 23, 2008

Bhadrayu !

પહેલાં Studio મારું જીવન હતું ,
ને હવે હું Stdio* માં જીવું છું...
આ Studio માંનો નીકળી ગયેલો 'યુ' એ કદાચ ભદ્રાયુ = ભદ્ર + આયુ માંનો "આ 'યુ' " તો નહિં હોય ને , હેં ????

* Stdio = કમ્પ્યુટર માં પ્રોગ્રામીંગ ભાષા માં વપરાતો એક ઘટક..

Thursday, October 16, 2008

New Year!

નવું વરસ !

પણ અહીં નવું શું છે?
અહીં તો છે ઃ

એ જ યુવાની...એ જ જી હજુરિયાપણું...એ જ ઝંખના...એ જ ચીસો...
એ જ બબડાટ...એ જ ઉપહાસ...એ જ રોષ...એ જ ચિંતા...
એ જ અચરજ...એ જ વેદના...એ જ અનુસંધાન...
એ જ લાલચ...એ જ ઇચ્છા...એ જ ડહાપણ...એ જ ટાપટીપ...
એ જ કપટ...એ જ ઇરાદા...એ જ સંજોગો...એ જ ક્ષોભ...
એ જ ગણગણાટ...એ જ લેભાગીપણું...એ જ બોજો...
એ જ રુદન...એ જ રાહ...એ જ રાહદારી...એ જ લાગણી...
એ જ વચનો...એ જ વિશ્વાસ...એ જ વિશ્વાસઘાતો...
એ જ હાસ્ય...એ જ શરમ...એ જ પરંપરાઓ...

સઘળું એનું એ જ..!!
નવું છે તો માત્ર નામ ઃ ૨૦૬૫

મને તો આ નવું વરસ ગયા વરસ ની Remake જેવું લાગે છે..
માત્ર Tag Line ફરી જાય ... માહ્ય્લું તો એનું એ જ..

હું તો કાળિયા ઠાકર ને એટલું જ કહું કે "હે બાપલિયા ! ભલે ૨૦૬૪ નું ૨૦૬૪ જ રાખો પણ આ વખતે અમને નવું નહિં તો કાંઇ નહિં પણ સારું વરસ આપો અને કાં તો ગમે તેવા નરસા વરસ ને પણ સારું બનાવવાની તાકાત આપો.."

અને એટલે જ આપ સૌને પણ નવું વરસ મુબારક નહિં પણ સારું વરસ મુબારક !



Monday, October 13, 2008

Father:

પહેલા કહેવાતું ; "સાચ
કો આંચ નહિં.."

જ્યારે આજે ??
"લાંચ કો આંચ નહિં !!"


ભગવાન જ્યારે
માનવજાત બનાવવાના
પ્રોગ્રામ નું Codding
કરી રહ્યો હશે ત્યારે
આ રુશ્વતખોરી નો Feature Add
કર્યો હશે
કે પછી Debugging કરવાનું
રહી ગયું હશે ??!

અને કાશ જો આ ખુદ Programmer
પણ લાંચ માં માનતો
હોત તો ??
...........
.........
.......
.... તો હું એને મોં
માંગી કિંમત આપત અને
બદલા માં માંગત એક જ
વસ્તુ ;


મારું સર્વસ્વ !
ઉર્ફે
મારો બાપ ! ઉર્ફે
મારા પિતા ! ઉર્ફે
my father !




કાશ.......

Dashera !!!

આજે દશેરા !
વધુ એક દશેરા !
અને આપણા માટે તો વધુ
એક રજા માત્ર !

સવાર ના પહોર માં
ફાફડા ને જલેબી પેટ
માં પધરાવાશે..
સાંજ સુધી સાસ-બહુ કે
ગાંગુલી કે શેરબજાર
કે NANO ની વાતો કરી ને
ગમે તેમ કરી ને દિવસ
પસાર થશે...
ને સાંજ પડ્યે પાછા
એક રાવણ ને બાળવા
હજારો રાવણ ભેગા થશે..
જાણે કોઇ સ્વજન ની
ચિત્તા પાસે ઉભેલાં
સ્વજનો !

રાવણદહન નો program પતાવી
બધા ફરી પાછા લાગી
જાશે - પોત પોતા ની
રાવણવ્રુત્તિ માં .

ક્યારેક તો આ મેદાન
વચ્ચે ઊભેલો રાવણ મને
Krantiveer પિક્ચર ના
છેલ્લા scene માં ઊભેલા
નાના પાટેકર જેવો
લાગે છે ..
કે જેને જોઇ ને public નો
ફક્ત મનોરંજન
મેળવવાનો જ નો ઉદ્દેશ
છે , જીવન માં
ઉતારવાનો નહિં જ....


ટૂંક માં કહું તો,

"ગાંડો ડાહ્યા ને
શિખામણ આપવા જાય" - એ
કહેવત ને ખોટી પાડીને
આજ નો દિવસ તો આપણી
રાવંણ વ્રુત્તિ ને
વિરામ આપીએ જ ....